પ્રાચીન કાળથી દિવ્ય અને ભવ્ય ગણાતી ભારતીય સંસ્કૃતિના યસકલગી સમાન ગુજરાતમાં અનમોલ રતન જડાયું છે. માધવ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત, ભારતની સર્વપ્રથમ સંપૂર્ણ ડિજિટલ કેમ્પસ ધરાવતી, માત્ર દીકરીઓ માટેની શાળા -” વિશ્વભારતી ગર્લ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ” આજે માત્ર સુરતમાં જ નહીં બલ્કે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બનવા પામી છે.
આપણે સૌ જાણીએ છીએ કે, સાંપ્રત સમયમાં ભૌતિક સુવિધાઓનો પ્રતિદિન ધરખમ વધારા તથા આવ્યા છે. પરંતુ, આદર્શો, નૈતિક મૂલ્યોનો સદંતર હ્રાસ થયો છે. આજે સત્ય, ન્યાય, દયા, પ્રેમ, ભાઈચારાની ભાવના, એકતા, અખંડિતતા, લાજ, શરમ, પરોપકાર, પ્રમાણિકતા જેવા સદગુણાનો વિનાશ થયો છે. જ્યારે ભૌતિકતા, બાહ્ય આડંબર, દેખાદેખી, નિલર્જતા, વડીલોનું અપમાન, ચોરી, આ પ્રમાણિકતા,આજ્ઞાનું ઉલ્લંઘન, ઘેરમાર્ગે દોરાઈ જવું, વ્યસનોમાં સપડાઈ જવું – જેવા અગણિત દુર્ગુણોનો વિકાસ થયો છે.
તારીખ ૨૮/૧૦/૨૦૨૪ થી તારીખ ૧૭/૧૧/૨૦૨૪ સુધી દિવાળી પર્વ નિમિત્તે શાળાનું શૈક્ષણિક કાર્ય બંધ રહેશે.
ગુજરાત બોર્ડમાં ધોરણ -૧૦ અને ૧૨માં ૧૦૦% પરિણામ ધરાવતી તેમજ સલામતી અને સંસ્કાર સાથે શિક્ષણ આપતી એકમાત્ર દીકરીઓની શાળા વિશ્વભારતી ગર્લ્સ ઈંટરનેશનલ સ્કુલ તમામ વાલીઓને અને દીકરીઓને તેમના શ્રેષ્ઠ પરિણામ માટે હાર્દિક અભિનંદન પાઠવે છે.
વિશ્વભારતી ગર્લ્સ ઇન્ટરનેશનલ સ્કૂલનું ધો. 10 નું પરિણામ 100% અને 12 નું પ્રભાવશાળી પરિણામ સામાન્ય પ્રવાહનું પરિણામ 97%. જેના તેજસ્વી તારલાઓ નીચે શ્રેષ્ઠ વિધાર્થીનીઓ માં જોઈ શકશો.
તારીખ ૧૭/૮/૨૦૨૪ થી તારીખ ૨૦/૮/૨૦૨૪ સુધી રક્ષાબંધન પર્વ નિમિત્તે શાળાનું શૈક્ષણિક કાર્ય બંધ રહેશે.