પ્રાચીન કાળથી દિવ્ય અને ભવ્ય ગણાતી ભારતીય સંસ્કૃતિના યસકલગી સમાન ગુજરાતમાં અનમોલ રતન જડાયું છે. માધવ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત, ભારતની સર્વપ્રથમ સંપૂર્ણ ડિજિટલ કેમ્પસ ધરાવતી, માત્ર દીકરીઓ માટેની શાળા -” વિશ્વભારતી ગર્લ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ” આજે માત્ર સુરતમાં જ નહીં બલ્કે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બનવા પામી છે.
આપણે સૌ જાણીએ છીએ કે, સાંપ્રત સમયમાં ભૌતિક સુવિધાઓનો પ્રતિદિન ધરખમ વધારા તથા આવ્યા છે. પરંતુ, આદર્શો, નૈતિક મૂલ્યોનો સદંતર હ્રાસ થયો છે. આજે સત્ય, ન્યાય, દયા, પ્રેમ, ભાઈચારાની ભાવના, એકતા, અખંડિતતા, લાજ, શરમ, પરોપકાર, પ્રમાણિકતા જેવા સદગુણાનો વિનાશ થયો છે. જ્યારે ભૌતિકતા, બાહ્ય આડંબર, દેખાદેખી, નિલર્જતા, વડીલોનું અપમાન, ચોરી, આ પ્રમાણિકતા,આજ્ઞાનું ઉલ્લંઘન, ઘેરમાર્ગે દોરાઈ જવું, વ્યસનોમાં સપડાઈ જવું – જેવા અગણિત દુર્ગુણોનો વિકાસ થયો છે.
વર્ષ – ૨૦૨૬-૨૭ માટે ધોરણ જૂ.કેજી થી ૧૨ સાયન્સ /કોમર્સ /આર્ટ્સ માટે પ્રવેશ શરૂ.
ગુજરાત બોર્ડમાં ધોરણ -૧૦ અને ૧૨ ૨૦૨૫ -૨૬ માં ૧૦૦% પરિણામ ધરાવતી તેમજ સલામતી અને સંસ્કાર સાથે શિક્ષણ આપતી એકમાત્ર દીકરીઓની શાળા વિશ્વભારતી ગર્લ્સ ઈંટરનેશનલ સ્કુલ તમામ વાલીઓને અને દીકરીઓને તેમના શ્રેષ્ઠ પરિણામ માટે હાર્દિક અભિનંદન પાઠવે છે.