ગુજરાતી માધ્યમ
Call: +(91) 7622020922
Call: +(91) 7622020922
શાળા વિશે

શાળા વિશે

પ્રાચીન કાળથી દિવ્ય અને ભવ્ય ગણાતી ભારતીય સંસ્કૃતિના યસકલગી સમાન ગુજરાતમાં અનમોલ રતન જડાયું છે. માધવ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત, ભારતની સર્વપ્રથમ સંપૂર્ણ ડિઝીટલ કેમ્પસ ધરાવતી, માત્ર દીકરીઓ માટેની શાળા -” વિશ્વભારતી ઇન્ટરનેશનલ સ્કૂલ” આજે માત્ર સુરતમાં જ નહીં બલ્કે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બનવા પામી છે.

આપણે સૌ જાણીએ છીએ કે, સાંપ્રત સમયમાં ભૌતિક સુવિધાઓ નો પ્રતિદિન ધરખમ વધારા તથા આવ્યા છે. પરંતુ, આદર્શો, નૈતિક મૂલ્યોનો સદંતર હ્રાસ થયો છે. આજે સત્ય, ન્યાય, દયા, પ્રેમ, ભાઈચારાની ભાવના, એકતા, અખંડિતતા, લાજ, શરમ, પરોપકાર, પ્રમાણિકતા જેવા સદગુણાનો વિનાશ થયો છે. જ્યારે ભૌતિકતા, બાહ્ય આડંબર, દેખાદેખી, નિલર્જતા, વડીલોનું અપમાન, ચોરી, અપ્રમાણિકતા, આજ્ઞાનું ઉલ્લંઘન, ગેરમાર્ગે દોરાઈ જવું, વ્યસનોમાં સપડાઈ જવું – જેવા અગણિત દુર્ગુણોનો વિકાસ થયો છે.

કહેવાતા 21 મી સદીના યુગમાં માતા પિતાની રાતોની ઊંઘ હરામ થઈ ગઈ છે. તેનું કારણ છે – આપણી આસપાસનું કહેવાતું- ‘Morden Culture’! જે જીવનલક્ષીને બદલે જીવનભક્ષી બની રહ્યું છે. આજે દીકરી હોય કે દીકરો – માતા-પિતા માટે તેમનો ઉછેર પડકાર બની ગયો છે. જ્યાં સુધી તેમને સારો પગાર, સારું પાત્ર અને સારું જીવન ન મળે ત્યાં સુધી માતા-પિતાની કસોટી (પરીક્ષા) પૂરી થતી જ નથી. વાલીઓની આ કસોટીઓ વિડંબળાઓને જોતા અને સમયની માંગને ધ્યાનમાં રાખીને અમે ખાસ દીકરીઓ માટે ખાસ સર્વ સુવિધાઓથી સંપન્ન એવું સંકુલ સમાજમાં લાવ્યા છે.

વિશ્વભારતી ઇન્ટરનેશનલ સ્કૂલની વિશેષતાઓમાં સરસ્વતી મંદિર, યજ્ઞશાળા, હોસ્ટેલ, કિચન વર્કશોપ, ડાઇનિંગ હોલ, ધ્યાન યોગા રૂમ, ઈ-પુસ્તકાલય, ઈ-ક્લાસરૂમ(એ.સી.), એમ ફી થીએટર, શાળા બિલ્ડીંગ. ઈ-લેબ, સંગીત-નૃત્ય શાળા, આર્ટ-ક્રાફ્ટ રૂમ સાથે આર્ટ ગેલેરી, રમતગમત પ્રશિક્ષણ, રાઇફલ શૂટિંગ, સ્કેટિંગ, આર્ચરી, બાસ્કેટબોલ, લોન-ટેનિસ, વોલીબોલ, ઇન્ડોર ગેમ્સ,બાલ ક્રીડાંગણ, મોરલ એજ્યુકેશન, પ્રકૃતિ શિક્ષણ તેમજ વિવિધ સંસ્થાઓની મુલાકાત વગેરે જેવી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનો અહીં ખજાનો છે

વાલી મિત્રો, પરિવર્તન હંમેશા અકડાવનારું હોય છે. પરંતુ અંતે તો તેનો સર્વત્ર સ્વીકાર થાય છે. તેવી જ રીતે, ચીલા ચાલુ જુની-પુરાણી શિક્ષણ પ્રથા નો ત્યાગ કરી પ્રથમ ડિઝીટલ કેમ્પસ સમાજને સોંપવા કટિબદ્ધ થયા છીએ ત્યારે આપ સૌ વાલીઓના તથા સમગ્ર સ્નેહીજનોના સાથ સહકારની અપેક્ષા અપેક્ષિત છે. જેમાં Challk and Talk નું સ્થાન વ્યવહારુ શિક્ષણ Practical Education & Moral valuable education અર્થાત જીવનલક્ષી / મૂલ્યલક્ષી શિક્ષણ લીધું છે. જેની વર્તમાન સમય માં તાતી જરૂરિયાત છે.

ચીનમાં એક ઉક્તિ પ્રચલિત છે, ” જો તમે એક વર્ષનું આયોજન કરતા હોવ તો તમે બીજ વાવો, જો તમે 10 વર્ષનું આયોજન કરતા હોવ તો તમે વૃક્ષ વાવો, પરંતુ જો તમે સો વર્ષનું આયોજન કરતા હોવ તો તમે શિક્ષણ આપો”. વિશ્વભારતી ગર્લ્સ ઇન્ટરનેશનલ શાળા આપને દીકરીઓને માત્ર ધોરણ 12 પાસની ડીગ્રી જ નહીં આપે, બલકે જીવનલક્ષી વિવિધ પરીક્ષાઓમાં, સ્પર્ધાઓમાં કઈ રીતે વિશ્વ વિજેતા બનવું? તેના પાઠો પણ અહીં શીખવાડશે. જરૂર છે આપના સાથની, આપના વિશ્વાસની.

સ્નેહીજનો, ભારતની આવનારી સદીને સદી બનાવવાના ભગીરથ કાર્યમાં વિશ્વભારતી પરિવાર પણ સહયોગ આપવા તત્પર છે ત્યારે, આપ સૌ તરફથી હકારાત્મક અભિગમની આશા રાખીએ છીએ.