વિશ્વભારતી ગર્લ્સ ઈન્ટરનેશનલ સ્કૂલ – જ્યાં દીકરીઓ ફક્ત ભણતી નથી, તેઓ પોતાનું અસ્તિત્વ ધડતી હોય છે.
આ સંસ્થા માત્ર શિક્ષણપ્રદાન કરતી એક શાળા નથી… આ એક સંસ્કાર યાત્રા છે, જ્યાં નાનાં પગલાંઓંને ઉંચા સપનાઓ તરફ દોડાવવા માટે માર્ગ દર્શાવવામાં આવે છે.
અહીં દરેક દીકરીને પોતાની આગવી ઓળખ ઊભી કરવાની તાકાત મળી રહી છે.
અમે માનીએ છીએ કે –
“દીકરીઓને પાંખ આપશો નહિ, પંખીઓ ઊડવાનું શીખી લે છે તેમને ફક્ત આકાશ બતાવો.”
વિશ્વભારતી એ આકાશ બતાવે છે, માર્ગ બતાવે છે અને ઉડવા માટે આત્મવિશ્વાસ પણ ભરે છે.
આ શાળા એક એવા વિચારે ઊભી છે જ્યાં સુરક્ષાએ આપણી પ્રથમ જવાબદારી છે,શિક્ષણએ પવિત્ર દાન છે,
અને સશક્તિકરણ એ ધ્યેય છે.અમે માત્ર પુસ્તકની પાંદડીઓ ખોલતા નથી, અમે જીવનના પાઠ શીખવીએ છીએ.
અહી ટેબલેટનો ટેક્નોવિશ્વ પણ છે, અને રસોઈના સુગંધભર્યા મસમોટા પાઠ પણ છે.અહી વિદ્યાર્થીઓને ફક્ત માર્કશીટ માટે નહિ, પણ જીવન માટે તૈયાર કરવામાં આવે છે.સેલ્ફ ડિફેન્સથી લઈ લીડરશીપ સુધી – દરેક દિશામાં તેઓ તાકાતવાન બને છે.
“દીકરીઓ પહેલેથી જ સશક્ત છે. આપણે તો ફક્ત તેમને તેમની જાતની ઓળખ કરાવીએ છીએ.”અમે અમારા વિદ્યાર્થીમાં બસ એક જ વાત જગાવીએ છીએ –”તમે શક્તિ છો. તમે પ્રેમ છો. તમે ભવિષ્ય છો.”
વિશ્વભારતી એ પ્રેમ અને પ્રેરણાનું એવું સ્થળ છે જ્યાં દીકરીઓને પીંછા મળતાં નથી,પણ તેઓ પાંખોથી પોતાનું આકાશ બનાવે છે.અમે અમારી દીકરીઓને વિદ્યાર્થી માનતા પહેલાં, ભવિષ્યના નેતા, વૈજ્ઞાનિક, કલાવંત, અને– સૌથી અગત્યનું –સાચા અર્થમાં માનવ બનાવવા માટે કટિબદ્ધ છીએ.
ચાલો એક એવું ભવિષ્ય રચીએ જ્યાં દરેક દીકરી પોતાના સપનાઓ માટે દોડતી નથી, પણ તેમને સાકાર કરતી હોય છે.
વિશ્વભારતી – જ્યાં દીકરીઓ ફુલ નથી… પણ આખે આખો બગીયો છે. જે પોતાના ભવિષ્યના રક્ષણ માટે સ્વનિર્ભર છે.