ગુજરાતી માધ્યમ
Call: +(91) 7622020922
Call: +(91) 7622020922
સંસ્થાના આચાર્યાશ્રીનો સંદેશ

સંસ્થાના આચાર્યાશ્રીનો સંદેશ


|| यत्र: नार्यस्तु पूजयन्ते रमन्ते तत्र देवता :||

સ્નેહીજનો , ભારતની આવનારી સદીને સ્વર્ણિમ સદી બનાવવાના ભગીરથ કાર્યમાં વિશ્વભારતી પરિવાર પણ સહયોગ આપવા તત્પર છે ત્યારે, આપ સૌ તરફથી હકારાત્મ્ક અભિગમની આશા રાખીએ છીએ.

બાળકને જીવન અને જગતની સુંદરતા સમજવા અને જાણવાની કેળવણી મળવી જોઈએ,
માત્ર ટેક્નિક તાલીમ પામેલ માનવી તો કેળવાયેલા સર્કસના પશુ સમાન જ રહે.
– આલ્બર્ટ આઇન્સ્ટાઇન

આર્ય સંસ્કૃતિનો આ ઉક્તિને ખરા અર્થમાં સૂચકતા આપવા, હંમેશા નુતન વિચારોને અમલમાં મુકનાર અને પરિવર્તન વડે પડકારોને પછાડનાર એવા આચાર્યશ્રી ગીતાબેન ગોવિંદભાઈ બડધાનો જન્મ 20 એપ્રિલ 1983 ના રોજ મોરબી મુકામે થયો હતો. માતા મંજુલાબેન અને પિતા ગોવિંદભાઈના દિવ્ય સપનાને દિશા અર્પણ કરવા તેમણે B.Com અને M.Com શાહ એન. એચ. કોમર્સ કોલેજ, વલસાડ મુકામે પૂર્ણ કર્યું હતું. M.Com માં સમગ્ર ” વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી” માં પ્રથમ સ્થાન મેળવી ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને રાજ્યપાલ “નવલકિશોર શર્મા” ના હસ્તે “ગોલ્ડ મેડલ” પ્રાપ્ત થયો હતો. B.Ed. માં વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં “સિલ્વર મેડલ” એનાયત થયો હતો. M.Phil., M.Ed. માં સમગ્ર કોલેજમાં પ્રથમ “ડિસ્ટિકશન” સાથે ઉતીર્ણ થયા હતા.

રાષ્ટ્રીય સેવક સંઘ , નેશનલ એકેડમી (NSS) તરફથી વિદ્યાર્થી કાળમાં “Best Student” એવોર્ડ, વલસાડ સત્યા ટીવી ચેનલ દ્વારા “Best Student” એવોર્ડ અને ગુજરાત રાજ્ય ગ્રાહક સુરક્ષા (વલસાડ જિલ્લા) તરફથી “તેજસ્વી વિદ્યાર્થી” એવોર્ડ અને પ્રમાણપત્રો પ્રાપ્ત થયા હતા.

વિદ્યાર્થીકાળ દરમિયાન VNSGU દાદર-દીવ સંઘ પ્રદેશ દ્વારા યોજાયેલ એકાકીમાં “Best Female” (પરફોર્મન્સ ઓફ ધ ઈયર) એવોર્ડ પ્રાપ્ત થયો હતો. આ ઉપરાંત વક્તૃૃત્વ , નિબંધ લેખન, એકાંકી , એકપાત્રીય, નવલિકા લેખન, લોકવાર્તા, ગઝલ- છંદ, ચોપાઈ, લોકગીત જેવી સ્પર્ધાઓમાં રાજ્ય તેમજ રાષ્ટ્રીયકક્ષાએ 150 થી વધુ શિલ્ડ અને પ્રમાણપત્ર પ્રાપ્ત થયા હતા.

2008 થી કારકિર્દીની શરૂઆત કરનાર આચાર્યા ગીતાબેન બડધાએ બાળ પ્રતિભા અને યુવા ઉત્સવમાં વક્તૃૃત્વ , અભિનય, નિબંધ, લોકગીત, લગ્નગીત તેમજ નેશનલ કક્ષા સુધીની રમત-ગમત સ્પર્ધાઓમાં સફળ નિર્ણાયકની ભૂમિકા ભજવી છે. આ ઉપરાંત ગુજરાત રાજ્ય – ગાંધીનગર આયોજિત ખેલ મહાકુંભ 2013-14 માં રેફરી અને નિર્ણાયક તરીકેના પ્રમાણપત્રો મેળવેલ છે. 2013 થી 2015 માં VNSGU ના સેલ્ફ ફાઇનાન્સ કોલેજ DRB & RBP માં કોમર્સમાં અધ્યાપક (વ્યાખ્યાતા) તરીકેની કામગીરી દરમિયાન આંતર કોલેજ અધ્યાપકોની વકૃત્વ સ્પર્ધામાં સમગ્ર ” VNSGU ” માં દ્વિતીય ક્રમાંક મેળવી પારિતોષિક મેળવ્યું હતું. આ ઉપરાંત F.Y.B.Com ની “Environmental Studies” પુસ્તકમાં લેખક તરીકેની સફળ કામગીરી કરેલ છે

શિક્ષણ સાથે સાહિત્યક્ષેત્રે તેમણે 35 જેટલી કવિતાઓ, 15 થી વધુ ગઝલો, 35 ઉપરાંત વિવિધ પ્રેરણાત્મક લેખો અને 5 થી વધુ નાટકો જાતે લખી વિદ્યાર્થીઓને રાજ્યકક્ષા તેમજ રાષ્ટ્રકક્ષા સુધી પહોંચાડનાર શ્રેષ્ઠ દિગ્દર્શક અને લેખિકાની ભૂમિકા પણ ભજવી ચૂકયા છે.

ગુજરાત રાજ્ય ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ કલાકુંજ – 2018/19 માં તેઓએ એકપાત્રીય અભિનયમાં પ્રથમ ક્રમાંક મેળવી રોકડ અને પ્રમાણપત્ર મેળવ્યા હતા. આ ઉપરાંત શિક્ષકો માટેની સ્પર્ધામાં “ધાર્મિક નાટકો” અને “ભવાઈ” માં હરિશ્ચંદ્ર તારામતી સ્ક્રીપ્ટ જાતે તૈયાર કરાવેલ કૃતિને પ્રદેશ કક્ષાએ દરેક સ્પર્ધકને 25000 નું રોકડ ઇનામ તેમજ પ્રમાણપત્રો પણ તેમના નેતૃત્વ હેઠળ પ્રાપ્ત થયા હતા.

આ ઉપરાંત Personality Development અને Accounting ના વિવિધ સેમિનારોમાં હાજરી આપી, પ્રમાણપત્ર મેળવ્યા હતા.

આમ, વિદ્યાર્થીકાળમાં શ્રેષ્ઠ વિદ્યાર્થી રહી ચૂકેલા આચાર્યા ગીતાબેન જી. બડઘા વિશ્વભારતીની દરેક દીકરીઓ આવનારા સમયમાં “શ્રેષ્ઠ વિદ્યાર્થી” , “શ્રેષ્ઠ દીકરી” અને “સમાજનો શ્રેષ્ઠ નાગરિક” બની રહે તે માટે તેમને સતત માર્ગદર્શન , પ્રોત્સાહન અને પ્રેરણા પૂરી પાડી રહ્યા છે.

સંસ્થામાં પોતાના નિસ્વાર્થ પુરુષાર્થ વડે દીકરીઓનો સર્વાંગી વિકાસના ઘડતરમાં ફાળો આપી માતા-પિતા અને સમાજ પ્રત્યેનું ઋણ અદા કરનાર આચાર્યાશ્રી ગીતાબેન બડઘાને શાળા પરિવારના કોટિ કોટિ નમન…