ગુજરાતી માધ્યમ
Call: +(91) 7622020922
Call: +(91) 7622020922
સંસ્થાના અગ્રણી પ્રમુખશ્રી નો સંદેશ

સંસ્થાના અગ્રણી પ્રમુખશ્રી નો સંદેશ

16 મી જાન્યુઆરી 1978 ના રોજ અમરેલી જિલ્લાના દેવળીયા ગામે એક નવો સૂર્યોદય થયો. પિતા દેવચંદભાઈ સાવજ અને માતા રમીલાબેન સાવજના આંખના તારા સમાન શ્રી કિશોરભાઈ સાવજ નો જન્મ થયો હતો.જન્મ નું મૂળ વતન આંબા ગામ તા. લીલીયા જી. અમરેલી.

બાળપણથી જ કિશોરભાઈ સ્વભાવે શાંત, ધીર-ગંભીર, મહેનતુ અને પિતાની જેમ શરમાળ તેમજ બાળગોપાળ ની જેમ નટખટ હતા. તેમનું જીવન ખૂબ જ આનંદી, સહઅભ્યાસ પ્રવૃત્તિમાં રૂચિ ધરાવનાર બૃહદ મિત્ર વર્તુળ માંથી સૌથી લોકપ્રિય રહ્યા છે. પ્રાથમિક થી ધો.11 સુધીનું શિક્ષણ એમણે સુરત, હીરાબાગ ની પી.પી.સવાણી સ્કૂલ માં મેળવ્યું હતું, મોર ના ઈંડા ને ચીતરવા ના પડે! માત્ર 20 વર્ષની વયે સાથે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનમાં ઝંપલાવ્યું. અને 22 વર્ષની ઉંમરે આશાબેન જીતેન્દ્રભાઈ ડાવરીયા સાથે લગ્નગ્રંથીએ જોડાયા. લગ્ન બાદ સંતાનોમાં હાલ બે દીકરી એક દીકરાની મૂડી ધરાવનાર શ્રી કિશોરભાઇ સાવજે માત્ર મિત્રવર્તુળ, સામાજિક ક્ષેત્રે જ નહીં વ્યવસાયિક ક્ષેત્રે પણ એટલું જ કાઠું કાઢ્યું છે.

વ્યવસાયિક ક્ષેત્રે ઝળહળતી કારકિર્દી ધરાવનાર શ્રી કિશોરભાઇ સાવજ “જન સેવા એજ પ્રભુ સેવા” ના પરમ ઉપાસક છે. તેઓ મૂળ વતન આંબા ગામમાં શાળાના ટ્રસ્ટી તરીકે કાર્યરત છે, સાથોસાથ દ્વારકામાં પટેલ સમાજ વાડી તથા નાથદ્વારામાં પણ કાર્યરત છે, આ ઉપરાંત 150 દેશોમાં સેવાનું ભગીરથી કાર્ય કરતી “સંસ્થા આર્ટ ઓફ લિવિંગ” માં પણ સક્રિય સભ્ય તરીકે જોડાયા છે. તેમણે “અષ્ટવક્ર ગીતા” નું પાંચથી વધુ વાર શ્રવણ – પઠણ કર્યું છે. આ તો થઈ તેમના સામાજિક વ્યવસાયિક અને આધ્યાત્મિક વિકાસની વાત. આ બધામાં મજાની વાત છે “વિશ્વભારતી ગર્લ્સ ઈન્ટરનેશનલ સ્કૂલ” ના ઉદય પાછળના રહસ્યની વાત!

ખરેખર, એકવીસમી સદી આધુનિક યુગમાં આવા ભયંકર કળીયુગમાં શ્રી કિશોરભાઇ સાવજ ના જાતે ભારતનું અડીખમ ભાવિ માત્ર અને માત્ર સ્ત્રીના વિકાસ સાથે જોડાયેલું છે. વર્તમાન સમયની દુર્ગમ પરિસ્થિતિઓ જોતાં તેની સુરક્ષા, સલામતી શિક્ષણ દ્વારા જ દેશની આવતીકાલ ઉજ્જવળ કરી શકાય છે, એવા વિચારને સાકાર કરવા ગુજરાત રાજ્યની સૌપ્રથમ ડિજિટલ કેમ્પસ ધરાવતી, એકમાત્ર દીકરીઓની સ્કૂલ વિશ્વભારતીની રચના કરનાર એ કિશોરભાઈ સાવજ, સદાય દીકરીઓના સર્વાંગી વિકાસને પોષતી પ્રવૃત્તિઓમાં હરહંમેશ તત્પરતા દાખવતા આવ્યા છે.

ભવિષ્યમાં તેમનું એકમાત્ર ધ્યેય છે કે, તેઓ દ્વારા વધુને વધુ શિક્ષણ મળે, તેમના જીવનનો એકમાત્ર ધ્યેય છે કે , સમાજનો અને દેશનો એકંદરે વિકાસ પણ થાય. ઉમદા વ્યક્તિત્વ ધરાવનાર સંસ્થાના પ્રમુખશ્રી કિશોરભાઈ સાવજને સંસ્થાના સત સત પ્રણામ!!!